તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.માં માવઠાને લઇ પાક નુકસાની અંગે સરવે કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ઉ.ગુ.માં મંગળવારે થયેલા માવઠાના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકોને ભારે નુકસાન થયું છે. સૂત્રોના મતે જિલ્લાના ખેતીવાડી વિભાગને માવઠાના કારણે થયેલા નુકસાનનો સરવે કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જ્યારે હવામાન વિભાગના મતે 1લી માર્ચ સુધી વાતાવરણ સામાન્ય રહેશે. દિવસ રાતના તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ જોવા મળશે. ત્યાર બાદ તા.2 માર્ચે ઉત્તર ગુજરાત ફરી એકવાર વાદળછાયું બનશે અને તા.3 માર્ચના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. મહેસાણામાં મહત્તમ તાપમાન 29 અને લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો