તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી એસટી ડેપોની અમદાવાદ વડસ્મા બસનો કંડકટર સુરેન્દ્રસિંહ ભાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી એસટી ડેપોની અમદાવાદ વડસ્મા બસનો કંડકટર સુરેન્દ્રસિંહ ભાટી દારૂ પીધેલી હાલતમાં રેસ્ટરૂમાંથી નશાની હાલતમાં મળી આવતા પોલીસને સોંપી તેના વિરૂધ્ધ ગુનો નોંધાવી ડેપો મેનેજરે તાત્કાલિક સસ્પેન્ડ કરતા અન્ય કર્મીઓમા ફફડાટ ફેલાયો છે.

કડી એસટી ડેપોની ગુરૂવારે બપોરના એક કલાકે અમદાવાદ થી વડસ્મા રૂટની શીડ્યુલ બસ હતી.જેમાં કંડકટર તરીકે સુરેન્દ્રસિંહ જયસિંહ ભાટીને ફરજ તરીકે મુકાયો હતો.બપોરના 12 કલાકે ડ્રાઈવર વિનુસંગ પરમાર કંડકટરની રાહ જોઈ રહ્યા હતા.દરમિયાન સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.પી.વ્યાસને કંડકટર સુરેન્દ્રસિંહ ભાટી નશાની હાલતમાં રેસ્ટ રૂમમાં લથડીયા ખાઈ રહ્યા હોવાની જાણ થઈ હતી.જે અંગેની જાણ ડેપો મેનેજર એન.એફ.સિંધીને કરતા તેમણે ડ્રાઈવરને અને સ્ટેન્ડ ઈન્ચાર્જને સાથે રાખી તપાસ કરી રંગે હાથ નશાની હાલતમાં ઝડપી પોલીસને જાણ કરતા પોલીસે ડ્રાઈવર વિનુસંગની ફરિયાદને આધારે કંડકટર સુરેન્દ્રસિંહ ભાટી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.ડેપો મેનેજરે દારૂડિયા કંડકટરને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...