તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે બપોરે સૂર્ય કુંભ રાશિમાંથી મીન રાશિમાંપ્રવેશશે,13 એપ્રિલ સુધી શુભકાર્યો ન થઇ શકે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

14 માર્ચ બપોરના સમયે સૂર્ય કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જે આગામી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં જ રહેશે. એક મહિનાના મીનારક કમૂરતાના કારણે લગ્ન, યજ્ઞોપવિત અને વાસ્તુ સહિતના શુભ કાર્યો અટવાશે.

જ્યોતિષાચાર્ય કિરીટભાઇ જોષીના જણાવ્યા અનુસાર, 14 મી માર્ચે બપોરે બે કલાકે સૂર્ય કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેતાં એક મહિનાના મીનારક કમુરતા રહેશે. મીનારક કમુરતામાં સૂર્ય નબળો પડતાં એટલે કે તેજ ઓછુ થવાને કારણે લગ્ન, મુંડન સંસ્કાર, યજ્ઞોપવિત અને વાસ્તુ સહિતના તમામ શુભ કાર્યો કરી શકાશે નહી. જો કે, 13 એપ્રિલે સૂર્ય મીન રાશિને છોડીને મેષ રાશિમાં પ્રવેશવાની સાથે શુભ કાર્યોને વેગ મળશે. 13 માર્ચે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મેષ રાશિમાં આવે ત્યારે તે વધુ પ્રબળ બને છે. જેને લઇ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. એક મહિના સુધી સૂર્ય મેષ રાશિમાં રહેતાં ઉનાળાની સૌથી વધુ ગરમી અનુભવાય છે.

12 રાશિ પર અસર થશે

મેષ : ખર્ચ વધે, માનસિક તણાવ વધે

વૃષભ : આવક વૃધ્ધિ થાય

મિથુન : શુભ કાર્યો થશે

કર્ક : સમય શુભ, માન-સન્માન વધે

સિંહ : માનસિક તણાવ, મહેનત કરવી

કન્યા: ધીરજ રાખો, વેપારમાં સારા સોદા થાય

તુલા: તબિયત સાચવવી, કાર્યમાં ધીરજ રાખો

વૃશ્ચિક : નોકરીમાં લાભની તકો મળે

ધન : ધનલાભના યોગ, માન-સન્માન વધે

મકર : પ્રવાસ થાય, ભાઇ-બહેનોનો સહકાર મળે

કુંભ : ગુસ્સા પર કાબુ રાખવો

મીન : ધન લાભના યોગ બને

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો