તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા તાલુકાના પાલાવાસણા ગામના તળાવથી સોમવારે સુજલામ-સુફલામ જળ સંચય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા તાલુકાના પાલાવાસણા ગામના તળાવથી સોમવારે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન-2019 ની શરૂઆત કરાઇ હતી. જે અંતર્ગત આગામી 31 મે સુધીમાં જિલ્લામાં 578.73 લાખના ખર્ચે 450 કામો પૂર્ણ કરવામાં આવશે. તમામ કામો પૂર્ણ થયા બાદ 360 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરી શકાશે.

જિલ્લામાં 31 મે સુધીમાં જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 59, નર્મદા નિગમ દ્વારા 44, જળસંપત્તિ દ્વારા 115, ગ્રામ વિકાસ દ્વારા 59, શહેરી વિકાસ મહાનગરપાલિકા દ્વારા 36, શહેરી વિકાસ પાલિકા દ્વારા 97 અને વોટર શેડના 40 કામો મળી કુલ 450 કામો પૂર્ણ કરવામાં આવશે. જેની પાછળ 578.73 લાખના ખર્ચનો અંદાજ મુકાયો છે. જેમાં લોકભાગીદારીથી 70 તળાવો અને વિભાગીય રીતે 53 તળાવો મળી કુલ 123 તળાવો ઉંડા કરાશે. આ સાથે મનરેગા યોજનામાં 28 તળાવો ઉંડા કરાશે, 24 નવા ચેકડેમ બનાવાશે અને 13 ચેકડેમનું ડીસલ્ટીંગ સહિતના કામો થશે. તમામ કામ પૂર્ણ થયા બાદ 360 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરી શકાશે. કાર્યક્રમમાં સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય રમણભાઇ પટેલ, એપીએમસી ચેરમેન ખોડાભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, ડીડીઓ એમ.વાય.દક્ષિણી, પ્રાંત અધિકારી પી.બી.રાઠોડ સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો