મહેસાણા MIDFT કોલેજના છાત્રોને હવે યુરોપમાં સંશોધનની તક મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાનપ્રદાનના કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એમઓયુ સાઇન કર્યા છે. ત્યારે મહેસાણા કોલેજના ડેરી.ટેકના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરીપેદાશની તાલીમ અને સંશોધન અભ્યાસની તક ખુલી છે. ડેનમાર્ક પણ ડેરીપેદાશોમાં ખાસ્સી નામના ધરાવે છે.

ગાંધીનગર કામધેનુ યુનિમાં કુલપતિ ર્ડા. એન.એચ. કેલાવાલા, ડીન ર્ડા. રામાણીની ઉપસ્થિતિમાં ડેનમાર્કની કોલ્ડ કોલેજના વડા સોરેન દાલહ સાથે MIDFT કોલેજના પ્રિન્સીપાલ ડીન ર્ડા.શુકલે એમઓયુ સાઇન કર્યા હતા. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજ છે. એમઓયુ થકી મહેસાણાના વિદ્યાર્થીઓને યુરોપમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ તથા ડેરી પેદાશોમાં નવીન સંશોધન કરવાની તક ઉપલબ્ધ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...