તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટીલની પાઇપ મારી વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ~80 હજારની લૂંટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાનપુરાથી હરસુંડલ જવાના સિંગલ રોડ પર બાઇક અને કારમાં આવેલા શખ્શોએ સ્ટીલની પાઇપ મારી વેપારીની આંખમા મરચાંની ભૂ઼કી નાખી રોકડ રૂ. 80 હજાર અને 3 એટીએમ, 3 કોરા ચેક ભરેલો થેલો લૂંટી નાસી જવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

હરસુંડલ ગામે રહેતા મહેશજી બાલાજી ઠાકોર બેંક ઓફ બરોડા આંબલીયાસણ શાખામાં કસ્ટમર ટ્રાન્ઝેકશનનો વક્રાંગી કેન્દ્રમાં ધંધો કરે છે. ગત 17 માર્ચે સાંજે 6.45 વાગ્યે પોતાનું જીજે.02સીડી.1897 નંબરનું બાઇક લઇ ગામ જવા નીકળ્યા હતા. તેઓ દિવાનપુરાથી હરસુંડલ જવાના સિંગલ રોડ પરથી બાઇક પર જતા હતા. ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્શો પૈકીના એકે તેમને સ્ટીલની પાઇપ બરડાના ભાગે મારી આંખોમાં મરચાંની ભૂકી નાખતા જ આંખો બળવાના કારણે તે બાઇક પરથી પટકાયા હતા. અજાણ્યા શખ્શો મારવા આવતા જોઇ વેપારીએ મને મારશો નહી તેમ કહેતા જ તેમને રોકડ રૂ. 80 હજાર ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો.

આ સમયે સિલ્વર રંગની એસેન્ટ જેવી ગાડી આવીને ઉભી રહેતા જ થેલો લઇને ઉભેલો શખ્શ તેમાં બેસી હરસુંડલ ગામ તરફ પુરઝડપે ગાડી હંકારી મૂકી હતી. મહેશજી બાલાજી ઠાકોરે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

બાઇક અને ગાડીમાં આવેલા શખ્શોએ લૂંટ આચરી ફરાર


દિવાનપુરાથી હરસુંડલ જવાના સિંગલ રોડ પર બનાવ બન્યો

અન્ય સમાચારો પણ છે...