તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10 સામાજિક વિજ્ઞાન પેપરમાં 25 ગુણના 9 પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધો.10 સામાજિક વિજ્ઞાનના પેપરમાં નવ પ્રશ્નો પુસ્તકમાંથી ટ્વિસ્ટ કરીને પૂછાતાં સોલ્વ કરવામાં પરીક્ષાર્થીઓને અઘરા લાગ્યા હતા. ઝીણવટપૂર્વક સમજીને પુસ્તક વાંચન કર્યું હોય તેમને પ્રશ્ન સમજવામાં મુશ્કેલી પડી નહોતી. જોકે ગણિતના પેપરની તુલનાએ સામાજિક વિજ્ઞાનનું પેપર એકંદરે સહેલું હતું. ધો.10માં કાંકરેજના રતનપુરાની મોડેલ સ્કૂલમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. શિક્ષકને રસીદ પરના ફોટો પર સિક્કો ન હોઇ શંકા જતાં ભાંડો ફૂટતાં શિહોરી પોલીસમાં ભારમલજી ઠાકોર (વડા) અને છાત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. તો પ્રાંતિજની અેક્સપરીમેન્ટલ હાઇસ્કૂલમાં વિદ્યાર્થી કાપલી સાથે પકડાયો હતો. ...અનુસંધાન પાન-2

કાંકરેજમાં ડમી અને પ્રાંતિજમાં કાપલી સાથે વિદ્યાર્થી ઝડપાયો

એક્સપર્ટ ઓપિનિયન

પુસ્તકમાં સમજીને વાંચન કર્યુ તે વિદ્યાર્થીઓ સારૂ લખી શક્યા છે. પુસ્તકમાંથી બેઠું પ્રશ્નરૂપે પૂછાયું નથી. જોકે, જોડકાં વગેરે પ્રશ્નો સાવ સહેલા પૂછાયા છે. ટ્વિસ્ટ પ્રશ્નોએ વિદ્યાર્થીઓની સમજશક્તિની કસોટી કરી છે. > આર.જી.પલાસ, વિષય શિક્ષક

નવેક પ્રશ્નો આવા ફેરવી તોડીને પૂછાતાં એવરેજ વિદ્યાર્થીઓ માટે અઘરા રહ્યા. જોકે, પુસ્તકમાં ઝીણવટપૂર્વક વાંચન કર્યું તે સમજી શકે એવા પ્રશ્નો હતા. પેપરમાં બાકી પ્રશ્નો એકંદરે સરળ છે એટલે પાસ થવામાં પેપર સરળ, પણ સ્કોરિંગ માટે અઘરું કહી શકાય. > રોહિતભાઇ પટેલ, વિષય શિક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો