તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની વર્ધમાન વિદ્યાલય નેટબોલ સ્પર્ધામાં સ્ટેટ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગુજરાત રાજ્ય નેટબોલ એસો. દ્વારા રાજ્ય કક્ષાની નેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા ની વર્ધમાન વિદ્યાલયની ભાઈઓની ટીમ સ્ટેટ ચેમ્પિયન બની હતી. શાળાના શિક્ષક રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી ટીમે સ્પર્ધાની શરૂઆતથી અંત સુધીની બધી જ મેચો એકતરફી સ્કોરથી જીતી હતી. રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થતાં આ ટીમ હવે નેશનલ કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે. જે આગામી દિવસોમાં પંજાબ (ભટ્ટીન્ડા)માં ઓલ ઇન્ડિયા નેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિજેતા ટીમ અને માર્ગદર્શક શિક્ષકને આચાર્ય દિપકભાઇ તેમજ શાળા પરિવારે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...