તોરણવાળી ચોકમાં નહીં પણ પાલિકાએ આપેલા ઓટલા પર બેસો : ચીફ ઓફિસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના તોરણવાળી ચોકમાં ટ્રાફિક અને પાર્કીગની સમસ્યા કરવી નથી. એટલે પાલિકા જ્યાં ઓટલા આપ્યા ત્યાં જ બેસો તેવુ સ્પષ્ટ ચીફ ઓફિસર જીગર પટેલે લારીઓ લેવા આવેલા શાકભાજી ફેરીયાઓને કહ્યુ હતું.જોકે લારીધારકોએ પાલિકાના ઓટલે કોઇ શાકભાજી લેવા ન આવે તેવી કરાયેલ દલીલ ગ્રાહ્ય ન રાખતા જેમણે શાક ખરીદવુ હોય તે આવશે તેવો પ્રત્યુત્તર લારીધારકોને મળ્યો હતો.

નગરપાલિકાએ તોરણવાળી બજારમાં ટ્રાફીકમાં અડચણરૂપ 24 જેટલી લારીઓ જપ્ત કરી લેવાયા બાદ શુક્રવારે સવારથી લારીધારકો પાલિકા સંકુલમાં લારીઓ છોડાવા આવ્યા હતા. જ્યાં સેનેટરી શાખાએ બાંહેધરી પત્ર તૈયાર કરાયુ હતુ.જેમાં ટ્રાફિકમાં અડચણરૂપ ઉભા રહીને ધંધો કરીશુ નહી અને પાલિકા દ્વારા જે વૈકલ્પિક જગ્યા ફાળવાય તે મંજુર રહેશે,આજુબાજુ સ્વચ્છતા જાળવીશુ તેવા બાહેધરીમાં લારીધારકોની સહી લઇને લારી છુટી કરવામાં આવી હતી,જેમાં લારીદીઠ રૂ. 500 દંડ વસુલાો હતો.ચીફઓફીસરે તોરણવાળી ચોકમાં ન ઉભા રહેવા તાકીદ કરી પાલિકા સંકુલ નીચેના ઓટલા પર બેસવા જગ્યા બતાવી તો લારીધારકોમાં તરત ગણગણાટ શરૂ થયો કે પાલિકાના ઓટલા પર કોઇ શાકભાજી લેવા ન આવે,કોઇ શાકભાજી લેવા ન આવે તો અમારી શાકભાજી બગડી જાય તેમ કહીને ફાળવેજ જગ્યા પ્રત્યે અરૂચી વ્યકત કરી હતી. આ દરમ્યાન પાલિકા ટીમે બજારના જાહેર રોડ પર અડચણરૂપ લારીઓ ખદેડવાનું અભિયાન સતત બીજા દિવસ શુક્રવારે ચાલુ રાખતા ફુવારા સર્કલ રોડ વિસ્તારથી વધુ છ લારીઓ જપ્ત કરી હતી.

શુક્રવારે ફૂવારા સર્કલથી ચાર લારીઓ જપ્ત

અન્ય સમાચારો પણ છે...