તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાનની ગેલેરીમાં બેસીને ક્રિકેટસટ્ટો રમતાં 2 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી પ્રાર્થનાવિલા સોસાયટીમાં મકાનની ગેલેરીમાં બેસીને ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ટી-20 મેચ પર સટ્ટો રમતાં બે સટોડિયાને એસઓજીએ ઝડપી લીધા હતા. પોલીસે 3 મોબાઇલ અને લેપટોપ મળી રૂ.27 હજારની મત્તા જપ્ત કરી બંને સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વિસનગરના લાછડી ગામના અને હાલ શહેરની પ્રાર્થનાવિલા સોસાયટીમાં 61 નંબરના મકાનમાં રહેતા જીજ્ઞેશ રમેશભાઇ પટેલ અને રોહિત બાબુભાઇ પટેલ મકાનની ગેલેરીમાં બેસીને ઓસ્ટ્રેલિયા ખાતે એડીલેડ અને સીડની સિક્સર વચ્ચે રમાતી ટી-20 વન-ડે મેચ પર સટ્ટો રમતા હતા. ત્યારે એસઓજીએ રેડ કરી રૂ.12 હજારની કિંમતના 3 મોબાઇલ અને લેપટોપ મળી રૂ.27 હજારની મત્તા સાથે ઝડપી લીધા હતા. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...