તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખલપુરનો દલિત પરિવાર ન્યાય માટે કલેકટર કચેરીએ ઉપવાસ પર બેઠો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના શંખલપુરના હસમુખભાઇ લાલજીભાઇ પરમાર ગામના કેટલાક માથાભારે શખ્સોએ હુમલો કરી ધમકીઓ ઉચ્ચાર્યા સહિતના મામલામાં ફરીયાદો કર્યા પછી પણ બહુચરાજી પોલીસ પગલા ન લેતી હોવાના આક્ષેપ સાથે સોમવારે પરિવાર સાથે મહેસાણા જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. બ્લોક 1 નજીક હસમુખભાઇ તેમની પત્નિ, પુત્ર, પુત્રવધુ, માતા સહિત પરિવાર સવારે 11 થી મોડી સાંજ સુધી ઉપવાસ પર બેઠો હતો.ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવા અંગે જિલ્લા કલેકટર કચેરીને રજુઆત પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...