તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંઘણજ નજીક આઇવાની ટક્કરે સ્કૂટરચાલકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંઘણજમાં ઘરેથી સ્કૂટર લઇને ખેતરે જઇ રહેલા આધેડને આઇવા ટ્રકના ચાલકે ટક્કર મારતાં થયેલી ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. મૃતકના પુત્રએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં આઇવા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા તાલુકાના લાંઘણજ ગામના કચરાભાઇ પ્રહલાદભાઇ પટેલ શુક્રવારે સવારે તેમનું સ્કૂટર (જીજે 02પી 1499) લઇને ઘરેથી ખેતરે જવા નીકળ્યા હતા. લાંઘણજથી સાલડી તરફ જવાના માર્ગે પૂરઝડપે નીકળેલા આઇવા ટ્રક (જીજે 18 એઝેડ 8814)ના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં સ્કૂટર પરથી પટકાયેલા કચરાભાઇ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આધેડનું સારવાર પૂર્વે માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. ઘટના સ્થળે આઇવા મૂકીને નાસી ગયેલા ડ્રાઇવર સામે લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો