જીઆરડી ભરતીના ઠરાવના વિરોધમાં SC, ST અને OBC વર્ગની સમિતિનું આજે મહેસાણા બંધનું એલાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા જીઆરડી ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં આજે મહેસાણા બંધનું એલાન અપાયું છે. બંધના એલાનને પગલે મહેસાણા શહેરમાં એ ડિવિઝનના બે પીએસઆઇ અને 20 પોલીસકર્મી, બી ડિવિઝન ત્રણ પીએસઆઇ અને 20 પોલીસ કર્મી તેમજ તાલુકા પોલીસ સ્ટેશનથી એક પીએસઆઇ અને 10 પોલીસ કર્મી મળીને શહેરમાં પાંચ પીએસઆઇ સહિત 50 પોલીસ કર્મીને બંદોબસ્ત તૈનાત કરાશે.

રાજ્ય સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગોની દિકરીઓને અન્યાયકર્તા ૧-૮-૧૮ના ઠરાવના વિરોધમાં મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર કહે છે કે આ ગેરબંધારણીય ઠરાવમાં સુધારો કરશે દિકરીઓને ન્યાય આ સરકાર આપશે આ સાથે નામદાર હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી હતી કે આવનારા ૨૪ કલાકની અંદર રાજ્ય સરકાર નવો જી.આર. રજૂ કરશે પરંતુ રાજ્ય સરકારની બેવડી નીતિ અને પછાત વર્ગને અન્યાય કરવાની નીતિના પરિણામના પગલે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં નવો જી.આર સરકાર રજુ કરી શકી નથી. જેના પરિણામને પગલે સમિતીના તમામ કન્વીનરો વતી અભીજીતસિંહ બારડે રાજ્ય સરકારને એની જાહેરાત યાદ અપાવતા ૨૪ કલાકમાં નવો જીઆર રજૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સરકારે નવો જી.આર રજૂ કર્યો નથી અને જી.આર રદ કર્યો નથી. જેના કારણે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજના સમાજ દ્વારા શનિવારે મહેસાણા બંધનુ એલાન જાહેર કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓ 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે અને સરકારના કોઈપણ પ્રતિનિધિએ તેમને સાંભળવાની દરકાર સુદ્ધા લીધી નથી.જે આક્રોશ આવતીકાલે મહેસાણા બંધમાં પરિણામશે તેમ બંધારણીય અધીકાર આંદોલન સમિતિના કન્વીનરોએ
જણાવ્યુ હતું.

મહેસાણા શહેરમાં પાંચ પીએસઆઇ અને 50 પોલીસકર્મીઓને બંદોબસ્ત ફાળવાયો

સરકારે ખાતરી આપ્યા બાદ હજુ સુધી ઠરાવ રદ નહીં કરાતાં બંધ અપાયો : સમિતિ


અન્ય સમાચારો પણ છે...