તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતલાસણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરપંચોની માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ તાલુકા સરપંચ એસોસીએશનની બેઠકમાં ઉઠાવાઇ છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકામાંથી માત્ર સતલાસણા તાલુકાને જ આ લાભથી બાકાત રખાયાની નારાજગી સરપંચોએ વ્યક્ત કરી હતી.

મહેસાણા જિલ્લા સરપંચ એસોસીએશનના પ્રમુખ દેવાંગ પંડ્યાના અધ્યક્ષ સ્થાને સોમવારે સતલાસણા ખાતે તાલુકા સરપંચો એસીસીએશનની બેઠક મળી હતી. જેમાં તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ હરપાલસિંહ સહિત સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ચાલુ વર્ષે તાલુકામાં ત્રુટક ત્રુટક વરસાદ થયો છે જેના કારણે ખેતીપાક નિષ્ફળ ગયો હોઇ જિલ્લાના અન્ય તાલુકાની જેમ આ તાલુકાને પણ દુષ્કાળરાહત સહાયનો લાભ આપવા એકસૂર વ્યક્ત કરાયો હતો. ઉપરાંત, ખાલી જગ્યાઓ ભરવા, વિકાસકામો, માનદ વેતન આપવા સહિતના પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા બાદ સરકારને રૂબરૂ રજૂઆત કરવા નક્કી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...