તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTO ટ્રેક ટેસ્ટ : ટુ વ્હીલરમાં 80 ટકા, 4 વ્હીલરમાં 45 ટકા પાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા આરટીઓમાં ડ્રાઇવીંગ લાયસન્સ માટે આવતાં અરજદારોમાં 80 ટકા લોકો ટુ-વ્હિરલ પાસ કરી લે છે, જ્યારે ફોર વ્હિલરનો ટેસ્ટ માત્ર 45 ટકા અરજદારો પાસ કરી શકે છે. એટલે કે, મહેસાણાવાસીઓ માટે ટુવ્હિલર કરતાં ફોર વ્હિલરનો ટેસ્ટ અઘરો સાબિત થઇ રહ્યો છે.

મહેસાણા આરટીઓમાં દર વર્ષે સરેરાશ 30 હજાર લોકો ટુ અને ફોર વ્હિલરનું લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટ આપતાં હોય છે. ટુ વ્હિલરના ટ્રેક ટેસ્ટમાં સરેરાશ 100 માંથી 80 અરજદારો પાસ કરી લેતા હોય છે. જે 20 ટકા અરજદારો ટુ વ્હિલરના ટેસ્ટમાં નાપાસ થાય છે તેમાંથી મોટાભાગના અરજદારો ટુ વ્હિલરનું સંતુલન ન જાળવી શકતાં પગ ટ્રેકને અડી જતાં નાપાસ થઇ રહ્યા છે. બીજી બાજુ ફોર વ્હિલરનો ટ્રેક ટેસ્ટ 100 માંથી 45 અરજદારો પાસ કરી શકે છે. આ ટ્રેક ટેસ્ટમાં મોટાભાગના અરજદારો રીર્વસ પાર્કિંગમાં થાપ ખાઇ જાય છે. અને નિયત સમયમાં ટ્રેક પુરો કરી શકતાં નથી. જેને લઇ નાપાસ થવાની વારી આવે છે.

મહેસાણા આરટીઓમાં દર વર્ષે સરેરાશ 30 હજાર લોકો ટુ અને ફોર વ્હિલરનું લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટ આપતાં હોય છે.

ફોર વ્હિલર ટેસ્ટની ગત વર્ષની સ્થિતિ
ગત વર્ષે 15223 અજરદારોએ ફોર વ્હિલરનો ટેસ્ટ આપ્યો હતો. જે પૈકી 6753 પાસ અને 8470 નાપાસ થયા હતા. જેમાં 2740 જેટલી મહિલાઓએ ટેસ્ટ આપ્યો હતો. જેમાંથી માત્ર 219 જેટલી મહિલાઓ ટેસ્ટ પાસ કરી શકી હતી. જ્યારે 2521 મહિલાઓ નાપાસ થઇ હતી.

ટુ વ્હિલર ટેસ્ટની ગત વર્ષની સ્થિતિ
ગત વર્ષે 17238 અરજદારોએ ટુ વ્હિલર ટેસ્ટ આપ્યો હતો. જે પૈકી 13778 પાસ અને 3460 નાપાસ થયા હતા. જેમાં 7757 જેટલી મહિલાઓએ ટેસ્ટ આપ્યો હતો. જેમાંથી 5511 જેટલી મહિલાઓ પાસ અને 2076 મહિલાઓ નાપાસ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...