તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાવાસીઓ પાસેથી RTO એ દંડ પેટે ~3.72 કરોડ ખંખેર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા 14 મહિનામાં વાહન ચલાવતી વખતે નિયમોનો ભંગ કરનાર મહેસાણા જિલ્લાના 21277 વાહન ચાલકો દંડાયા છે. મહેસાણા આરટીઓએ દંડાયેલા વાહન ચાલકો પાસેથી રૂ.3.72 કરોડનો દંડ વસુલ્યો છે.

આરટીઓ અને પોલીસ દ્વારા 14 મહિનામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે બે રીતે પગલાં ભરે છે. એકમાં માત્ર મેમો આપી દંડ વસુલાય છે, તો બીજામાં મેમા સાથે વાહન ડિટેઇન કરાય છે. જેમાં મેમો ભર્યા બાદ વાહન તેના માલિકને પરત કરાય છે. વર્ષ જાન્યુઆરી 2019 થી ફેબ્રુઆરી 2020 સુધીના 14 મહિનામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર મહેસાણા જિલ્લાના 21277 વાહન ચાલકો દંડાયા છે. જેમની પાસેથી અધધ કહી શકાય તેમ 3,72,48,611 નો દંડ વસુલાયો છે. આરટીઓના મત્તે ટ્રાફિકના નવા નિયમોનું ચુસ્તપણે અમલ થવાથી દંડની કાર્યવાહી કડક બની છે.

14 મહિનામાં 21 હજારથી વધુ ચાલકો દંડાયા


દંડની મુખ્ય કાર્યવાહી

વિગત કુલ કેસ કુલ દંડ

ઓવરલોડ 212 1,96,98,010

સીટ બેલ્ટ 267 78,500

હેલમેટ 802 2,69,200

લાયસન્સ વગર 4464 70,84,600

નિયમ વિરૂધ્ધની નંબર

પ્લેટ 340 1,28,200

વીમા વગર 2372 27,74,700

પીયુસી વગર 2504 23,31,300

નો પાર્કિંગ 444 1,38,100
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો