તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલોદરમાં બંધ મકાનમાં ઘૂસી રૂ. 85 હજારના દાગીનાની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા તાલુકાના પાલોદર ગામે વણકર વાસમાં એક મકાનમાં ઘૂસેલા તસ્કરો અભરાઇએ પવાલીમાં સંતાડેલા રૂ.85 હજારની મત્તાના દાગીના ચોરી ગયા હતા. જે અંગે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પાલોદર ગામે વણકર વાસમાં રહેતાં જયાબેન અરવિંદભાઇ પરમાર ઘર બંધ કરીને મહેસાણાના ઘરે અને પછી લગ્ન પ્રસંગે ગયાં હતાં. તે દરમિયાન 8થી 10 ફેબ્રુઆરી બપોરે બે વાગ્યા સુધીમાં પાલોદર સ્થિત મકાનના પ્રથમ માળના દરવાજાથી અંદર ઘૂસેલા તસ્કરો સીડીથી નીચેના રૂમમાં ઉતરી અભરાઇને મૂકેલી પવાલીમાંથી સોનાના બે લોકેટ, સોનાના બે દોરા, સોનાની 7 વીંટી, કાનના ઝોલા અને બુટી તથા આંગળીના વેઢ, બે નાના ચાંદીના દાગીના મળી કુલ રૂ.85 હજારની મત્તા ચોરી ગયા હતા. ઘરમાં ચોરી થયાની જાણ થતાં જયાબેને શનિવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડોગ સ્કવોડની મદદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો