તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાકરપુર દૂધ મંડળીમાંથી રૂ.25890ની મત્તા ચોરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના બાકરપુર દૂધ મંડળીના વહીવટકર્તા ચૌધરી શંકરભાઇ લાલજીભાઇ શુક્રવારે સાંજે મંડળીનું કામકાજ પતાવી તાળું મારી ઘરે ગયા હતા. રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોઅે મંડળીના પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી મંડળીમાં ઘૂસી અોફિસ અને ગોડાઉનમાં દૂધના વકરાના રૂ.2500, ચાંદીનો કૃષ્ણ ભગવાનનો રથ, દાનપેટીના રૂ.10 હજાર, સાગર ઘીના 500 ગ્રામના 18 પાઉચ અને ટેબલના ડ્રોઅરનું તાળું તોડી અંદરથી રૂ.3900 રોકડ મળી રૂ.25,890ની મત્તા ચોરી ગયા હતા. શનિવારે વહેલી સવારે મંડળીમાં અાવતા શંકરભાઇને ચોરી અંગે જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...