તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ ઉમેદવારનો ચૂંટણી પાછળ રૂ.16.31 લાખ, કોંગ્રેસ ઉમેદવારનો રૂ.7.37 લાખ ખર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા લોકસભા ચૂં઼ટણી લડતા ઉમેદવારોના પ્રચાર સહિત ખર્ચના હિસાબો રજૂ કરવા મંગળવારે બીજી બેઠક મળી હતી. જેમાં અત્યાર સુધી કરેલા ખર્ચના હિસાબો ઉમેદવાર કે તેમના પ્રતિનિધિએ ખર્ચ નિરીક્ષક સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવારે ચૂ઼ંટણી પાછળ રૂ.16,31,683 અને કોંગ્રેસના ઉમેદવારે રૂ.7,37,946 ખર્ચનો હિસાબ રજૂ કર્યો હતો. એટલે ચૂ઼ંટણી પ્રચાર પાછળ ખર્ચમાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ છે. ખેર હવે ચૂંટણીમાં મતો અંકે કરવામાં કોણ બાજી મારી જાય છે તેની પર સૌની નજર મંડરાયેલ છે.

બેઠકમાં ખર્ચના હિસાબો રજુ કરવા ન આવતા બહુનજ મુક્તિપાર્ટીના સેંધાભાઇ અભેરાજભાઇ તેમજ અપક્ષ ઉમેદવાર જયંતિજી ચુંથાજી ઠાકોર તરફથી બીજી મીટીગમાં ખર્ચના હિસાબો રજુ ન થતા આગામી તા20મીએ મળનાર ત્રીજી મીટીગમાં રજુ કરવા અંગે નોટીશ બજાવામાં આવી હતી.જ્યારે ભાજપ અને કોગ્રેસના બંન્ને ઉમેદવારના પ્રતિનિધીને ખર્ચ નિરીક્ષકની ટીમે પ્રચાર દરમ્યાન નોધેલ સભા, પ્રવાસ ખર્ચ કેટલાક ઉમેદવાર તરફથી દર્શાવેલ ન હોઇ તે દર્શાવવા અંગે બેઠકમાં ધ્યાન દોરવામાં આવ્યુ હતું. ઉમેદવારો તરફથી રજૂ કરાયેલ ખર્ચના હિસાબો ચૂ઼ંટણીપંચની વેબસાઇટ પર મૂકી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...