મહેસૂલી કર્મીઓએ રસ્સા ખેંચ્યા, કબડ્ડી રમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લાના રેવન્યુ કર્મચારીઓનો પ્રથમવાર ગ્રીષ્મ રમતોત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.જેમાં મહેસૂલી કર્મચારીઓએ રસ્સા ખેચ, દોડ સહિતની વિવિધ 9 રમતમાં રોચક મુકાબલા સાથે રમતોત્સવમાં આંનદ માણ્યો હતો.

જિલ્લાના મહેસૂલી કર્મચારીઓનો સવારે 8 થી બપોરે 12 દરમ્યાન મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સીનીયર ના.મામલતદાર જી.એસ.ઠાકોર, કે.કે. પરમારના માર્ગદર્શન હેઠળ જે.વી.જાની સહિત કર્મચારીઓ દ્વારા આયોજીત રમતોત્સવમાં સવારે 8 થી બપોરે 12 દરમ્યાન વૈવિધ્ય રમતોમાં કર્મચારીઓને જોર અજમાવ્યું હતું. રોજીદા કચેરીના કામકાજથી અલગ જ મૂડમાં કર્મચારીઓ ઉત્સાહભેર રવિવારની રજાના દિવસે રમતોત્સવની મજા માણી હતી.જ્યાં 100-200 મીટર ભાઇઓ, બહેનોની દોડ અને 40 વર્ષથી વધુ વય અને 40 વર્ષથી ઓછી વય એમ બે કેટેગરીમાં કર્મચારીઓની દોડ સ્પર્ધા યોજાઇ હતી. ભાઇઓ તેમજ બહેનોની ટીમમાં પાંચ-પાંચ કર્મચારીઓ વચ્ચે રસ્સા ખેંચનો રોકચ મુકાબલો જામ્યો હતો.આ ઉપરાંત સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળાદોડ, કબડ્ડી, ગોળા ફેંક અને લંગડી દોડ મળી 9 રમતોમાં 55 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો.રમતા અંતે વિજેતા કર્મચારીઓને પ્રાન્ત અધિકારી પ્રદિપસિંહ રાઠોડના હસ્તે ઇનામ અર્પણ કરાયા હતા.

મહેસુલી કર્મચારીએ ગ્રીષ્મ રમતોત્સવમાં રસ્તાખેંચમાં જોર લગાવ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...