તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેત્રોજથી વિઠ્ઠલાપુર રોડ પર ઉમેદપુરા પાટિયા પાસે બાઇકચાલકને બચાવવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજથી વિઠ્ઠલાપુર રોડ પર ઉમેદપુરા પાટિયા પાસે બાઇકચાલકને બચાવવા જતાંકાર પલટી જતાં કડીના ઇરાણા ગામના મહિલા સહિત બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. અન્ય ત્રણ જણને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કડી રીફર કરાયા હતા. અકસ્માતનો ભોગ બનેલ સેનમા પરિવાર પાટડીથી કડીના ઇરાણા ગામે જઇ રહ્યો હતો.

દેત્રોજ-વિઠ્ઠલાપુર રોડ પર ઉમેદપુરા પાટિયા પાસે શનિવારે બપોરે ત્રણ વાગે વિઠ્ઠલાપુરથી દેત્રોજ તરફ જઇ રહેલી કાર આઇ-20 (જીજે 02 બીડી 5736)ના ચાલકે બાઇક સવારને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કડીના ઇરાણાના સંજય પ્રહલાદભાઇ સેનમા (30) અને બાલુબેન ભીખાભાઇ સેનમા (75)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ત્રણને ઇજાઓ પહોંચતાં કડી સારવાર અર્થે મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...