તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઝારિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ,7 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોઝારિયામાં વરલી મટકાના જુગાર પર સ્ટેટ મોનીટરિંગ સેલે રેડ કરી રોકડ રૂ. 26620 અને 5 મોબાઇલ સાથે 7 જુગારી ઝડપ્યા હતા.આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ગોઝારિયામાં મહાદેવના મંદિર પાસે ગામના કૂવાની ઓરડી પાસે તળાવ નજીક કેટલાક વ્યક્તિઓ વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલે બુધવારે રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસને જોતાની સાથે જ જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે કોર્ડન કરી સાતેયને ઝડપી લીધા હતા. જ્યારે બીજી ટીમે જુગારમાં રમાતી વસ્તુઓ,રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે
કર્યો હતો.

ઝડપાયેલા જુગારી

1.ભરત મુગટરામ સાધુ, 2.મહેશ શંકરભાઇ મકવાણા, 3.રમેશ વિઠ્ઠલભાઇ રાવળ, 4.પંકજ નટવરલાલ આચાર્ય, 5.ઇન્દ્રવદન ચીમનલાલ પંડ્યા, 6.સંજય સેવંતિલાલ સોની, 7.મહેશ ઉર્ફે હિટલર ભીખાભાઇ પટેલ (વોન્ટેડ)

દિવાનપુરામાંથી 5 જુગારી ઝબ્બે

લાંઘણજ પીએસઆઇ આર.આઇ.પરમારે સ્ટાફ સાથે દિવાનપુરા બસ સ્ટેન્ડ પાસે ચાલતા જુગારધામ પર રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે અહીથી રોકડ રૂ 10330 સાથે જયંતીભાઇ શંકરદાસ પટેલ,ચીરાગ શૈલેષભાઇ મકવાણા,કાળાભાઇ હીરાભાઇ પંચાલ,ભરતભાઇ હીરદાસ પટેલ,ગલાજી રણછોડજી ઠાકોરની ધરપકડ કરી હતી.તમામ સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેડ કરી


~26620 સાથે હિટલર સહિત પાંચ પકડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો