તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા જિલ્લાના દિવ્યાંગોને ભારત સરકાર માન્ય ઓળખકાર્ડ આપવાનું તાજેતરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના દિવ્યાંગોને ભારત સરકાર માન્ય ઓળખકાર્ડ આપવાનું તાજેતરમાં શરૂ કરાયું છે. પરંતુ ઓળખકાર્ડ સાથે આપેલા લેટરમાં છબરડા હોઇ વિતરણની કામગીરી ખોરવાઇ છે.

જિલ્લામાં દિવ્યાંગોને સરકાર માન્ય ઓળખકાર્ડ આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત કર્મચારીઓ ઓળખકાર્ડ દિવ્યાંગોના ઘરે આપવા પહોંચ્યા ત્યાં ભૂલ દેખાતાં વિતરણ અટવાયું છે. ઓળખકાર્ડ સાથે આપેલા લેટરમાં જે દિવ્યાંગ દર્શાવાયા છે તેના કવરમાં ઓળખકાર્ડ બીજા દિવ્યાંગનું જોવા મળી રહ્યું છે. તંત્રની આ ભૂલના કારણે લેટરમાં દર્શાવેલું નામ અને સરનામા સામે કવરમાં ઓળખકાર્ડ જુદુ હોવાના કારણે કામગીરી ખોરવાઇ છે. તંત્રની આ ભૂલના કારણે દિવ્યાંગોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...