તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા જેલમાં ભાગવત કથાનો સારાંશ વાંચો કેદીઓના શબ્દોમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાકોરજીનો જ્યાં જન્મ થયો હતો તેવી જગ્યાએ ભાગવત કથા કરવાની નેમ સાથે ડીજીપી મોહન ઝાની મંજૂરીથી અત્યાર સુધીમાં 14 જેલોમાં કેદીઓને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવનાર ભાવીન લાલજી મહારાજની કથાનું મહેસાણા જેલમાં આયોજન કરાયું છે. કથાના 5મા દિવસે જેલમાં સજા કાપી રહેલા પ્રવિણસિંહ પરમાર, ભાવુભા ઝાલા, મોતીભાઇ દેસાઇ, મહાવીરસિંહ ઝાલાએ સંયુક્તપણે કથાનો સારાંશ તેમના જ શબ્દોમાં ભાસ્કર માટે લખ્યો હતો. જે આ મુજબ છે.

કથાની શરૂઆતમાં કથા મહાત્મય, પરિક્ષીતની જન્મકથા, સુખદેવજી દ્વારા પરિક્ષીતને ઉપદેશ, મોક્ષ વિશેની વાતો અને સુખદેવજી દ્વારા કથા પ્રારંભ થઇ. જેમાં વાસુદેવજીને પ્રભુજીએ કહ્યું કે, મને સાથે લેશો એટલે જેલના દ્વાર ખુલી જશે. તેજ રીતે તમામ જીવ ભગવાનને કે ભગવાનની ભક્તિને એટલે કે સત્યને માથે લે ત્યારે તેના જીવનના બંધ દ્વાર ખુલી જાય છે. દુ:ખના સમયમા સુખનો અનુભવ એટલે ભક્તિ. ઠાકોરજીની મટકી ફોડવાની લીલામાં સમજાય છે કે માખણ એ સત્ય છે અને માટલી પરિશ્રમ છે. પરિશ્રમ અને સત્યનો સંગાથ રહે તો શાંતિનો અનુભવ થઇ શકે. ઠાકોરજીએ વૃંદાવનવાસીઓનું દુ:ખ હરવા ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો હતો. વૃંદાવનવાસીઓ જેવી ભાવના જો હ્રદયમાં હોય અને સાચી નિષ્ઠાથી ભગવાનના ચરણોમાં રહીશું તો ભગવાન આપના દુ:ખ ગોવર્ધનની જેમ ધારણ કરી દૂર કરશે. અર્જુન ખૂબ જ સમજુ હતા. તેમને પોતાના જીવનની અને યુધ્ધમાં રથની દોર ભગવાનના હાથમાં આપી યુધ્ધ અને જીવન બંને જીત્યા હતા. બંદીવાન ભાઇઓ આપણા જીવનની દોર પણ ઠાકોરજીના હાથમાં આપી સારથી બનાવીએ તો અર્જુનની જેમ આપણે પણ ક્યારેય પરાસ્ત ના થઇએ.અનેક બંદીવાન ભાઇઓએ ભાગવત કથાને જીવનમાં ઉતારવામાં સફળ રહ્યાનું સુખ છે : ભાવીન લાલજી મહારાજઆઇટી એન્જિનિયર, સારો પગાર અને માતા-પિતાના એકના એક દીકરા હોવા છતાં ઠાકોરજીમય બની ગયેલા ભાવીન લાલજી મહારાજે કહ્યું કે, ગુજરાતની તમામ જેલોમાં બંદીવાનભાઇઓએ શ્રીમદ ભાગવત કથા સંભળાવી છે. કથા અનેક બંદીવાનભાઇઓના જીવનમાં પરિવર્તન લાવી શકી છે. એક વખત તો ચાલુ કથાએ બંદીવાનભાઇ મારી પાસે આવીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો હતો. જ્યારે એવા અનેક કિસ્સા છે જેમાં જામીન પર કે પછી સજામાંથી મુક્ત થઇને બંદીવાનભાઇઓ મળવા આવી ગુનાનો માર્ગ છોડી સારા કાર્યોમાં જોડાવાની નેમ પણ લઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...