તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેશનકાર્ડધારકોને સરકારી સસ્તા અનાજની દુકાનેથી ઘઉ, ચોખાનો પુરવઠો રેશનકાર્ડમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રેશનકાર્ડધારકોને સરકારી સસ્તા અનાજની દુકાનેથી ઘઉ, ચોખાનો પુરવઠો રેશનકાર્ડમાં એનએફએસએનો તાલુકા કચેરીઅેથી સિક્કો લગાવ્યા પછી મળતો હોવાથી અરજદારોને અનાજના પુરવઠા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.મામલતદાર પુરવઠા કચેરીએ રેશનકાર્ડ ધારકોની નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ હેઠળ અનાજ પુરવઠો મેળવવા માટે અરજીઓનો થોક ખડકાયો છે.એવામાં નવા અરજદારોને એપ્રિલમાં આવવા સુચવી દેવાતું હોવાની રાડ ઉઠી છે.

રામોસણા રોડ પર ન્યુ પારસનગર સોસા.માં રહેતા દિનેશકુમાર પંડ્યાએ કહ્યુ કે, વિસ્તારના સસ્તા અનાજના દુકાનદાર પાસે રેશનકાર્ડ લઇને અનાજ લેવા ગયા તો મામલતદાર કચેરીએ સિક્કો કરાવી લાવો પછી પુરવઠો મળશે તેમ કહેવાયુ હતું.ગત જાન્યુઆરીમાં કચેરીએ ગયા તો બેંક પાસબુકની કોપી, આવકનો દાખલો વગેરે દસ્તાવેજો સાથે ફોર્મ ભરી મહિના પછી આવવા કહ્યુ. 1 ફેબ્રુ.એ કચેરી પહોચી પુરવઠાની ત્રણ નંબરની બારીએ પુરપરછ કરી તો 15 દિવસ પછી આવવા કહ્યુ.હવે 15 ફેબ્રુ. શુક્રવારે ત્યાં 18મીનો વાયદો કર્યો અને તે દિવસે જતા કર્મચારીએ રેશનકાર્ડમાં સિક્કા માટે એપ્રિલમાં તપાસ કરવા કહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો