તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરાકુકસ ડબલ મર્ડર: વિધવા સાથે સંબંધ ધરાવતા કુટુંબી જેઠની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા તાલુકાના રામપુરા (કુકસ) ગામે 20 દિવસ પૂર્વે વિધવા સાથેના આડાસંબંધોને મુદ્દે બે યુવાનોના બહુચર્ચિત હત્યા કેસમાં તાલુકા પોલીસે સોમવારે વિધવા સાથે સંબંધ ધરાવતા કુટુંબી જેઠ સોમાજી ઠાકોરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

રામપુરા (કુકસ) સીમમાં ગત 4 ફેબ્રુઆરીએ રાત્રે ઘરે હાજર નિકુલજી ગણેશજી ઠાકોર કેટલાક ખેતર દૂર રહેતા વિધવા બાના ઘરે હોબાળો થતો હોવાનો અવાજ સાંભળી પરિવારજનો સાથે ત્યાં દોડી ગયો હતો. આ સમયે અર્જુનજી ઠાકોરે ગામના સોમાજી પુંજાજી ઠાકોર સાથે તેની વિધવા કાકી સાથે આડાસંબંધો રંગેહાથ ઝડપી લેવાના મુદ્દે બોલાચાલી થઇ હતી. બીજી બાજુ સોમાજીના પરિવારને ઘટનાની જાણ થતાં તેઓએ પણ બનાવ સ્થળે દોડી જઇ જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ગણેશજી નેનાજી ઠાકોર અને અર્જુનજી અગરાજી ઠાકોરનું મોત થયું હતું. આ હત્યા કેસમાં તાલુકા પોલીસે અત્યાર સુધી 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જ્યારે સિવિલમાં સારવાર લેતા સોમાજી પુંજાજી ઠાકોરને સોમવારે રજા આપતાં મહેસાણા તાલુકા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો