તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યભરની રાજપૂતાણીઓ બાળકોના ભવિષ્ય અને ઘડતર અંગે ચિંતન કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર ટાઉનહોલ સેક્ટર-17 ખાતે 17મી માર્ચના રોજ કચ્છ-કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર પ્રેરિત ગાંધીનગર રાજપૂત મહિલા મંડળ દ્વારા રાજ્ય કક્ષાની રાજપૂત મહિલા કોન્ફરન્સ યોજાનાર છે. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમાજના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાતમાં યોજાનાર રાજપૂત મહિલા કોન્ફરન્સમાંથી પ્રેરણા લઇ રાજપૂત સંસ્કૃતિની મુખ્ય ધરોહર સમી રાજપૂતાણીઓમાં દીકરીઓને ભણાવવા, તેના ભવિષ્યના પ્રશ્નો અને પડકારોને પહોંચી વળવાની જરૂરિયાત, ફરજો અને વ્યક્તિત્વ ઘડતર દ્વારા સમાજ ઘડતર માટે આ આયોજન કરાયું છે.

આ કોન્ફરન્સમાં બાળકોના ઘડતર, સંસ્કૃતિના સિંચન અને સંવર્ધન માટે એક રાજપૂતાણી તરીકે માની ભૂમિકા, સામાજિક પ્રશ્નો અને જાહેર જીવનમાં રાજપૂતાણીની આવશ્યકતા અને ફાળો વિષયક મુદ્દાઓની ચર્ચા કરાશે. રાજ્યની કોઇપણ રાજપૂતાણી, નોકરી કરતી મહિલાઓ, ર્ડાકટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર કે શિક્ષક, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે મો. ૯૯૨૫૨૪૮૨૦૪ ઉપર સંપર્ક કરવા આયોજક સમિતિનાં ચેરમેન સુશીલાબા આર. જાડેજાએ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો