તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News Rajasthan Jayanti Festival Of Mahesana Baps Swaminarayan Temple Begins 251 Kundiyajas Are Organized For World Peace 070039

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવનો આરંભ,વિશ્વશાંતિ અર્થે 251 કુંડીયજ્ઞ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા રાધનપુર ચોકડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવમાં શુક્રવારે વિશ્વ શાંતિ માટે યોજાયેલ 251 કુંડી યજ્ઞનો ઉત્તર ગુજરાતના હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ર્ડાક્ટર સ્વામીએ કહ્યુ કે, આ યજ્ઞના માધ્યમ દ્વારા આપણે સંપ વધારવાનો છે અને સંપ યજ્ઞને જીવનનો યજ્ઞ બનાવીએ. બીએપીએસ સંત્સગમાં સમ્પ છે અને નિત્ય સંત્સંગથી જીવન રોજ યજ્ઞ જેવું લાગે છે.

શુક્રવારે સવારે પાંચોટ બાયપાસ નજીક વિશાળ પ્લોટમાં સવારે 9 થી બપોરે 12 દરમ્યાન 251 કુંડી યજ્ઞમાં 2100 જેટલા યજમાને આહુતિનો લાભ લીધો હતો. 200 બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા અને 600 સ્વયંસેવકો શમિયાણામાં સેવારત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર સ્વામીએ કહ્યું કે, સંપથી રહેવાનું આજે અઘરું થતુ જાય છે પરંતુ સંપથી રહે તો ઘણાકાર્યો થાય છે. ફક્ત બે જણા એક ઋચીવાળા હોય તો લાખ બરાબર છે. આ યજ્ઞના માધ્યમથી આપણે સંપ વધારવાનો છે. વિદ્યાર્થી ભણે, શિક્ષક ભણાવે, વેપારી વેપાર કરે એ યજ્ઞ છે, જ્યાં છીએ ત્યાં વ્યાજબી કાર્ય કરીએ તો તે યજ્ઞ છે. આ સમજવા સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે એટલે નિત્ય સંત્સગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો