તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલકત ખરીદીમાં છેતરપિંડી રોકવા પ્રોપર્ટીકાર્ડ મર્જ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ પ્રોજેક્ટ અંતર્ગત મિલકત સંબંધી બોજા, કોર્ટ કેસ વગેરેને આવરી લઇને અલગ અલગ સ્તરે અમલી ઓનલાઇન ડેટા એકત્રીકરણની કવાયતમાં હવે શહેરી પ્રોપર્ટીકાર્ડમાં નગરપાલિકાના મિલકતદારોના ડેટા મર્જ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

મહેસાણા પાલિકા મિલકતદારોના નંબરો, બાકી લ્હેણાં સાથેના ડેટા તૈયાર કરવા લાગી છે, તો સિટી સર્વે કચેરીએ પ્રોપર્ટીકાર્ડના નંબરોને આવરી લઇ બંને કચેરીના ડેટાનું એકત્રીકરણ શરૂ કર્યું છે. કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિકામાં મિલકત નંબર અને સિટીસર્વે પ્રોપર્ટીકાર્ડમાં નંબર અલગ અલગ હોય છે ત્યારે બંનેના ડેટા એકત્રીકરણ કરવાથી જમીન, પ્લોટ સહિતની કોઇ મિલકત ખરીદનારને વેરા બાકી, બોજા નોંધવાળી મિલકતની ઓનલાઇન પ્રોસેસથી (...અનુસંધાન પાન-2)

જાણી શકશે. ખાસ કરીને બિઝનેશમાં મૂડીરોકાણ કરવા ઉત્સુકો જમીન ક્લીયર છે કે નહીં તેની ચોકસાઇ મિલકત સંબંધી ડેટા એકત્રીકરણ થયા પછી ઓનલાઇન જાણી શકશે. રાજ્ય સરકારની સૂચના મુજબ મહેસાણા સિટી સર્વેમાં એનઆઇસી અને પાલિકામાં ટીસીએસ કંપનીના સોફ્ટવેર મુજબ કોમ્પ્યુટર પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડને પાલિકાના મિલકતદારોના નંબરો સાથે લીંકેજ કરવા માટે બંને કચેરીઓ ડેટા સંકલનમાં લાગી છે. જોકે બંને કચેરીમાં ઓછા સ્ટાફ વચ્ચે ડેટા લીંકેજમાં વધુ સમય લાગશે તેવા સંકેતો સાંપડ્યા હતા.

જિલ્લા કલેકટર કચેરી સ્થિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત રેવન્યુ સર્વે નંબરો સાથે ચાલતા કોર્ટ કેસો મેપિંગ કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વિશ્વમાં બિઝનેશ રેન્કીંગ થાય છે. કોઇ જમીનમાં રોકાણ કરવું હોય તો પ્રોપર્ટીમાં બાકી ટેક્ષ કે ગ્રામીણ સર્વેમાં કોઇ કોર્ટ કેસ હોય તો તેની વિગતોને આવરી લેવાથી બિઝનેશ મૂડીરોકાણ માટે આ ડેટા ઉપયોગી બનશે. બિઝનેશ સ્ટેટ રેન્કીંગમાં પણ આ એકત્રીકરણ ઉપયોગી છે.

મહેસાણા સિટીસર્વેના પ્રોપર્ટી કાર્ડ અને શહેરી મિલકતોની વિગતોનું અેકત્રીકરણ શરૂ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો