તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે અમલી પ્રધાનમંત્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે અમલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તરપ્રદેશના ગોરખપુરથી કરાવ્યો હતો. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીમાં મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ યોજનામાં જિલ્લામાં 23 ફેબ્રુઆરી સુધી 1.76 લાખ ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરાઇ છે. જેને ધ્યાને લેતાં મહેસાણા જિલ્લો રાજ્યમાં બીજા સ્થાને છે. પ્રથમ તબક્કામાં અરજી કરનાર ખેડૂતોને આજથી લાભની ચુકવણી કરાઇ છે.

આ યોજનામાં 2 હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે રૂ.6 હજાર સીધા બેંક ખાતામાં જમા કરાશે. આ યોજના નિરંતર પ્રક્રિયા છે, જેમાં બાકી લાભાર્થી ખેડૂતો લાભ મેળવી શકે છે. ખેરવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું. કિસાન સન્માન નિધિમાં સહાયની રકમ જમા થયેલા ખેડૂતોના મંતવ્યો સાંસદ જયશ્રીબેન પટેલે મેળવ્યા હતા. કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, અગ્રણી નીતિન પટેલ, ખેતીવાડી અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો