આજથી ધો-12 સાયન્સના છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં શુક્રવારથી શરૂ થતી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષા દસ દિવસ સુધી ચાલશે.બે બેંચમાં લેવાનાર ત્રણ વિષયના કુલ 12645 વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં પ્રાયોગીક પરીક્ષા આપશે.શાળાના શિક્ષક ઉપરાંત લેબોરેટરીમાં પરીક્ષા દરમ્યાન અન્ય શાળાના પરીક્ષક નિરીક્ષણમાં રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ કહ્યુ હતું.

જિલ્લામાં આગામી 24 ફેબ્રુઆરી સુધી સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષા કુલ 16 શાળા કેન્દ્રો પૈકી મહેસાણા પૂર્વમાં 3, વિસનગરમાં 3, તેમજ કડી, ખેરાલુ, મહેસાણા પશ્ચિમ અને વિજાપુરના 2-2 શાળા કેન્દ્રમાં લેવાશે, જ્યારે પીલવાઇ અને ઊંઝાના 1-1 કેન્દ્રમાં પ્રેકટીકલ પરીક્ષા યોજાશે.નવા કોર્ષના ત્રણ વિષયોમાં રસાયણ વિજ્ઞાનના 4752, ભૌતિક વિજ્ઞાનના 4752 અને જીવવિજ્ઞાનના 3141 મળી કુલ 12645 વિદ્યાર્થીઓ પ્રેકટીકલ પરીક્ષા આપશે. દસ દિવસ દરમ્યાન દરરોજ સવારે 10 થી બપોરે 1 સુધી પ્રથમ બેંચ તેમજ બપોરે 2 થી સાંજે 5 સુધીની બીજી બેંચમાં પરીક્ષાનું આયોજન
કરાયુ છે.

16 શાળા કેન્દ્રમાં ત્રણ વિષયના કુલ 12645 વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં પ્રાયોગિક પરીક્ષા આપશે

અન્ય સમાચારો પણ છે...