મોટા ગરબાના આયોજન સ્થળે પોલીસ બિન ડ્રેસમાં તૈનાત રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં નવરાત્રિ ટાણે ગરબા સ્થળે કે પછી જાહેર માર્ગો પર દારૂ પીને ફરતા શખ્સો માટે પોલીસે ખાસ ડ્રિન્કીંગ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. સાથે યુવતીઓની છેડતી રોકવા મહિલા પોલીસની એન્ટી રોમિયો સ્કવોડ રાત્રી સમયે તૈનાત રહેશે.

ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું કે, જિલ્લામાં મોટા ગરબા આયોજન સ્થળે પોલીસ બિન ડ્રેસમાં હાજર રહેશે. સાથે દારૂ પીને ગરબા સ્થળે જોવા મળતા કે પછી જાહેરમાર્ગો પર ફરતા શખ્સોને પકડવા માટે ખાસ ડ્રિન્કીંગ ડ્રાઇવ રખાઇ છે. તો યુવતીઓની સલામતી માટે પીએસઆઇ અને તેની સાથે મહિલા પોલીસની એન્ટી રોમિયો સ્કવોડ પણ બનાવી છે. આ ઉપરાંત, મોટા ગરબા સ્થળે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસનું ખાસ ક્રોસ પેટ્રોલીંગ રહેશે. ટ્રાફિક માટે સ્થાનિક પોલીસની સાથે અન્ય શાખાની પોલીસની બનાવેલી સ્પેશિયલ સ્કવોડ પણ તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...