તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News Pakistan Has Not Been Able To Secure The Defeat Of 1971 Proud Of The Air Force Now The Destruction Of Terrorism Is Necessary 025640

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન 1971ની હાર પચાવી શક્યું નથી વાયુસેના પર ગર્વ, હવે આતંકનો ખાત્મો જરૂરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | પાકિસ્તાનના આતંકી કેમ્પો પર મંગળવારે સવારે ઇન્ડીયન એરફોર્સ દ્વારા હુમલો કરી પુલવામામાં શહીદ જવાનોનો બદલો લેતાં દેશભરમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ અંગે મહેસાણામાં રહેતાં આર્મીમાંથી રિટાયર્ડ થયેલા અધિકારીઓ અને જવાનોએ હુમલાને યોગ્ય ઠેરવ્યો.

દેશ એકજૂટ થયો
આર્મીમાં ફાઇટીંગ ફોર્સમાંથી નિવૃત થયેલા હવાલદાર વી.આર.પ્રજાપતિએ જણાવ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાન પર કરેલા હુમલાથી દેશ જાગૃત થયો છે, એકજુટ થયો છે. દેશના ત્રણેય દળ તાકાતવાન છે. ઘણી મજબુત રીતે દુશ્મનોનો સામનો કરી શકે તેમ છે.

ભારતીયો અને આર્મીનું બળ વધશે
આ મોટું સારું પગલું
રિટાયર્ડ કર્નલ બાબુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, પાકિસ્તાનને ત્યાંની આર્મી ચલાવે છે, 1971માં તેમના 95 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી તે હજી પચી નથી. તેનો બદલો લેવા આ પ્રકારના કૃત્યો કરે છે. ભારતે આ સારું પગલું ભર્યું છે.

આર્મીમાંથી રિટાયર્ડ કર્નલ વી.કે. પટેલે જણાવ્યું કે, જે થયું છે તે બિલકુલ બરાબર કર્યું છે. આનાથી ભારતીઓનું બળ વધશે, આર્મીનું બળ વધશે. આ આપણી ફોજ માટે દેશ માટે ગૌરવની વાત છે. બીજી વાત એ છે કે, આપણી પાસે એટલા આધુનિક હથિયાર છે કે જેનાથી પાકિસ્તાનના કોઇપણ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. જે પાકિસ્તાને સમજવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો