તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદ્મશ્રીથી સન્માનિત ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ ગણપતભાઇનું વિશેષ સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઇ પટેલનું ગણપત યુનિ.પરિવાર તથા બોર્ડ ઓફ ગવર્નર અને શુભેચ્છકો દ્વારા અમદાવાદમાં વિશેષ સન્માન કરાયંુ હતું.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અનંત દવે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દંતાલીવાળા સચ્ચિદાનંદજી, ઇસ્કોન મંદિરના જશોમતીનંદનદાસજી, બ્રહ્માકુમારી બહેનો, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સી.જે. ઠક્કર, હાઇકોર્ટના જ્જ આશુતોષ શાસ્ત્રી, કમલ ત્રિવેદી, સર્જક ભાગ્યેશ ઝા, ગણપત યુનિ.ના ડાયરેક્ટર જનરલ પ્રો.ર્ડા.મહેન્દ્ર શર્મા, ડે. ડાયરેક્ટર આર.કે. પટેલ, રજિસ્ટ્રાર ર્ડા.અમિત પટેલ, ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના આવા ભાવભીનાં અને ભવ્ય સન્માનનો પ્રતિભાવ આપતા પદ્મશ્રી ગણપતભાઇએ આ સન્માનને પોતાનું અંગત નહીં પરંતુ ગણપત યુનિ.માં આપણે બધાં જે કાર્ય કરી રહ્યા છીએ તે વિદ્યા-કાર્યનું સન્માન છે એમ કહીને પોતાના સાથી મિત્ર અનિલભાઇને પણ યાદ કર્યા હતા. એમણે ગણપત યુનિ.ને વર્લ્ડ-ક્લાસ સ્ટેનફોર્ડ યુનિ.જેવી શ્રેષ્ડ બનાવવા પોતાના સપનાં ના સંદર્ભે કહ્યું કે આ એવોર્ડ મને વધુ પુરૂષાર્થ કરવાની શક્તિ આપે છે.

ગણપત યુનિ.ના મેનેજમેન્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પદ્મશ્રી ગણપતભાઇનું સન્માન કરતી વખતે ગુજરાતી પરંપરાની પાઘડી પહેરાવી હતી. વિદ્યાર્થીઓની લાગણીનું માન રાખી ગણપતભાઇએ રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી સન્માન સ્વીકારતી વખતે પહેરી હતી.

અન્ય સમાચારો પણ છે...