રૂ.5 હજારથી વધુ બાકી વેરો ભરનારને બહુચરાજી ગ્રા.પં. હેલમેટ ભેટ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા 30 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં રૂ. 5 હજારથી વધુ બાકી વેરો ભરનાર બાકીદારોને હેલમેટ ભેટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે બાકીદારોએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા તેમજ સ્વચ્છતાની જાળવણી અંગે શપથ લેવડાવવામાં આવશે.

સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યું કે, સરકાર દ્વારા ફરજિયાત હેલમેટ સહિતના મોટર વાહન અધિનિયનનો અમલ શરૂ કરાયો છે, ત્યારે ગ્રામજનોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે મદદરૂપ થવા તેમજ ગ્રામ પંચાયતના રૂ.1.20 કરોડથી વધુના બાકી વેરાની મહત્તમ વસૂલાત થયા તેવા આશયથી ગ્રામ પંચાયતના આકારણી રજીસ્ટરે ચાલતા બાકીદારો રૂ.5 હજાર કે તેથી વધુ રકમ તા.30 સપ્ટેમ્બર સોમવારથી 15 ઓક્ટોબર સુધીની સમય મર્યાદામાં બાકીવેરો ભરી જનારને હેલમેટ ભેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

આ સાથે બાકીદાર પાસે પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા તેમજ સ્વચ્છતાની જાળવણી અંગે બાંહેધરીપત્રક લઇ શપથ પણ લેવડાવીશું.

અન્ય સમાચારો પણ છે...