તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.ના 2500 પ્રવાસીએ વિદેશની ટૂર રદ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને લઇ ઉત્તર ગુજરાતમાંથી 2500 લોકોએ વિદેશ યાત્રા રદ કરાવી છે. ડેલી ટ્રાવેલ્સોમાં બુકીંગ 50 ટકા ઓછુ થયું છે. તો ઉનાળા વેકેશન માટે માર્ચની શરૂઆતમાં શરૂ થતું બુકિંગ હજુ અટવાયેલું પડ્યું છે. જો કે, ટુર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનએ રાજ્ય સરકારને લકઝરીઓના ટેક્ષ મજરે આપવાની રજુઆત કરી છે.

એપ્રિલ અને મે મહિના માટે ઉત્તર ગુજરાતમાંથી બેન્કોંગ, હોંગકોંગ, પતાયા, મલેશિયા અને દુબઇ માટે 2500 પ્રવાસીઓએ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે આ તમામ બુકિંગ રદ્દ થયા છે. બીજી બાજુ દર વર્ષે માર્ચ મહિનો શરૂ થતાં ઉનાળું વેકેશન માટે કચ્છ-કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, હરિદ્વાર, કુનુ-મનાલી, રાજસ્થાન, વૈષ્ણવ દેવી અને ચારધામના પ્રવાસ માટે ઇન્કવાયરી અને બુકિંગ શરૂ થઇ જતું હોય છે. પરંતુ કોરોના વાયરસના ભયના કારણે હજુ સુધી ઇન્કવાયરી પણ શરૂ થઇ નથી. ઉત્તર ગુજરાતમાંથી સુરત, મુંબઇ-પુના, ભૂજ અને જયપુર સહિતના શહેરોમાં ડેલી ટ્રાવેલ્સમાં ગત વર્ષની સરખામણીએ 50 ટકા બુકિંગ થઇ રહ્યું હોવાનું ઉત્તર ગુજરાત ટુર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું.

ટ્રાન્સપોર્ટ એસોસીએશનના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસો મહેસાણા જિલ્લામાંથી 3 હજાર મહારાષ્ટ્ર, કેરાલા, દિલ્હી, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યો માટે માલ સામાન લોડીંગ અને અનલોડીંગ કરતાં હોય છે. કોરોના વાયરસને લઇ મોટા વેપારીઓએ ધંધો સમેટી લેતાં અત્યારે રોજની 1000 થી 1200 વાહનો માલ લોડીંગ અને અનલોડીંગ કરે છે. ટ્રાન્સપોર્ટના ધંધાને 60 ટકાનો માર પડ્યો છે.

ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસો.એ ટેક્ષ મજરે આપવા રાજ્ય સરકારને રજૂઆત કરી

કોરોના ઇફેક્ટ| મહેસાણા જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ધંધો 60 ટકા ઘટ્યો, ડેઇલી ટ્રાવેલ્સમાં 50 ટકા બુકિંગ

અન્ય સમાચારો પણ છે...