તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં ઓએનજીસીના કર્મચારીએ ઓનલાઇન ઘડિયાળ મંગાવી,નીકળ્યો સ્પ્રે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ઓએનજીસીમાં ફરજ બજાવતા દિવ્યાંગે ઓનલાઇન રૂ.1500 ચૂકવી એચડી કેમેરા સ્માર્ટવોચ મગાવી હતી અને કુરિયરમાં સ્પ્રે આવતાં તેઓ ચોંકી ગાય હતા અને છેતરપિંડીનો ભોગ બન્યા હોઇ પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, પોલીસે તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા સલાહ આપતાં દિવ્યાંગ અટવાયા હતા.

મહેસાણા ઓએનજીસીમાં કેડીએમ ભવનમાં ડ્રિલિંગ સર્વિસમાં ફરજ બજાવતા અને બોલી, સાંભળી ના શકતાં મહેશભાઇ ડી.પટેલે તાજેતરમાં મોબાઇલથી ઓનલાઇન સીપ રોકેટ કંપનીમાંથી એચડી કેમેરા સ્માર્ટ વોચ, એનડ્રોઇડ 4જીબી ઘડિયાળ મગાવી હતી અને તે પેટે રૂ.1500ચૂકવ્યા હતા. જોકે, શનિવારે તેમને મળેલા કુરિયરમાં ઘડિયાળના બદલે ખોખામાંથી સ્પ્રે નીકળતાં ચોંકી ગયા હતા. છેતરાયાના અહેસાસ સાથે મહેશભાઇ એ ડિવિજન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની સલાહ આપતાં દિવ્યાંગની હાલત કફોડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...