ટાઇમ પૂછી હાથમાંથી મોબાઇલ ઝુંટવી ભાગેલા 3 પૈકી એક ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણામાં સોમનાથ રોડ પર બાઇક પર આવેલા 3 શખ્શોએ રાહદારી યુવાકને ટાઇમ કેટલો થયો તેમ પુછીને છરીને અણીએ મોબાઇલ લૂંટીને ભાગી જવાની ઘટનામા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો.

ગુજરાત હાઉસીગ બોર્ડ સ્થિત પંડિત દિન દયાળ ફ્લેટમા રહેતો ભાવેશ જીતેન્દ્રભાઇ વાઘેલા (18) મંગળવારે સોમનાથ રોડ પર રેલવે ફાટક પાસે આવેલ નાળામાંથી ચાલતો બહાર નીકળી રહ્યો હતો ત્યારે પાછળથી ત્રણ સવાળીમા આવેલા શખ્શોએ તેને અટકાવી ટાઇમ કેટલો થયો તેમ કહી વાતચીત કરી હતી.જેમા ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ભાવેશ ટાઇમ કહે તે પહેલા જ આ શખ્શોએ તેને ધક્કો મારી છરી બતાવીને મોબાઇલ ઝુટવી ભાગી ગયા હતા.આ ઘટનામા ઇજા થતા ભાવેશ વાઘેલાએ પ્રાથમિક સારવાર લઇને શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમા 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.જેમા પોલીસે પાટણના શંખારીના જયેશ ધનાભાઇ વાલ્મીકીની ધરપકડ કરી લૂંટમા ગયેલો મોબાઇલ કબ્જે લેવા તજવીજ કરી હતી.

છરીને બતાવી મોબાઇલ લૂંટવાનો પ્રયાસ

મહેસાણામાં સોમનાથ રોડ પરનો બનાવ

અન્ય સમાચારો પણ છે...