તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોભાસણ ONGCના વેલ પરથી ડીઝલ ચોરતાં એક ઝબ્બે, 6 ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના શોભાસણ ગામની સીમમાં ઓએનજીસીના વેલ પર ડીઝલ ટેન્કના ઢાંકણાનું તાળું તોડી રૂ.13,650ની કિંમતનું ઓઇલ ચોરી કરતા શખ્સને ઓએનજીસીની ઇન્ટેલિજન્સ વિભાગની ટીમે ઝડપી લીધો હતો, જ્યારે 6 ઓઇલચોરો નાસી ગયા હતા. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ઓએનજીસી ઇન્ટેલિજન્સ વિભાગમાં નોકરી કરતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નોકરી પર હતા, ત્યારે શોભાસણ ગામની સીમમાં ઓએનજીસીના શોભાસણ વેલ નંબર 3 ખાતે જીજે 02 ઝેડઝેડ 0998, જીજે 02 ઝેડઝેડ 0782 અને જીજે 02ઝેડઝેડ 2501 નંબરની ઓએનજીસીમાં કોન્ટ્રાકટમાં ફરતી ગાડીઓના ચાલકો અન્યો સાથે મળી રાત્રે વેલ ઉપર લાગેલી ડ્રિલીંગ રીંગ કોર્ડવેલ-7ના ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરતા હોવાની બાતમી મળી હતી. જેને પગલે તેમણે રાત્રે સ્ટાફ સાથે મળી સૂચિત નંબરની ગાડીઓની વોચ ગોઠવી હતી. જેમાં પાલાવાસણાથી રાત્રે 10 વાગે નીકળેલી બે ગાડીઓનો પીછો કર્યો હતો. જેમાં બંને ગાડીઓ શોભાસણ વેલ નંબર-3 પર પહોંચતાં જયદીપસિંહે સરકારી ગાડી અહીંથી થોડી દૂર ઉભી રાખી ચાલતા વેલ પર ગયા ત્યારે જીજે 02 ઝેડઝેડ 0998 પડી હતી અને બીજા સાતેક વ્યક્તિઓ આ ગાડીમાં ડ્રિલીંગ રીંગની ડીઝલ ટેન્કમાંથી ચોરી કરેલા ડીઝલના કેરબા મુકતાં જોઇ તમામને પડકારતા ભાગ્યા હતા.

જેમાં મહેસાણાના સાંગણપુરનો અમરસિંહ બળવંતસિંહ ચાવડા ઝડપાઇ ગયો હતો, જ્યારે અન્યો નાસી ગયા હતા. જયદિપસિંહ ઝાલાએ 7 વ્યક્તિઓ સામે રૂ.13,650ની કિંમતનું 210 લિટર ડીઝલની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આમની સામે ફરિયાદ


1.અમરસિંહ બળવંતસિંહ ચાવડા

2.મુકેશજી કાન્તીજી ઠાકોર ઉદલપુર

3.દશરથ નરોત્તમભાઇ રાવળ ઉદલપુર

4.વિનોદ દંતાણી

ત્રણ અજાણ્યા શખ્સો

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે ફરિયાદ


ઓઅેનજીસીની ઇન્ટેલિજન્સની ટીમે બાતમી આધારે પાલાવાસણા નજીક વોચ ગોઠવી ગાડીઓનો પીછો કરી ચોરી કૌભાંડ પકડી પાડયું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો