તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13મા દિવસે આરોગ્ય કર્મીઓની હડતાળ સમેટાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | પગારપંચ સહિતની 13 માંગણીઓને લઇને મહેસાણા જિલ્લા પંચાયતના 650 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. બુધવારે હડતાળના 13મા દિવસે કર્મચારી સંગઠનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે સાંજે 4 વાગ્યે બેઠક યોજી હતી. જેમાં થયેલી ચર્ચાઓને અંતે માંગણીઓ પૂર્ણ કરવાની બાંહેધરી આપતાં 13મા દિવસે હડતાળ સમેટવાનો નિર્ણય લેવાયો હતો.

કર્મચારીઓની પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવા અને ફાર્માસિસ્ટ ટેકનિકલ કેડર હોઇ હાલના આરઆર મુજબ છઠ્ઠા પગારપંચ મુજબનો 4200નો ગ્રેડ પે આપવા, 0 કિલોમીટરે પીટીએ આપવા, સુપરવાઇઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, જિલ્લા મેલેરીયા અધિકારી (વર્ગ-2)માં મેલેરિયા સુપરવાઇઝરને બઢતી આપવી સહિતની માંગો હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો