તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા જિ.માં કાતિલ ઠંડી છતાં ડેન્ગ્યુના 9 કેસ નોંધાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં ઠંડી સાથે બીમારીનો પારો પણ ઉંચકાયો છે. કહેવાય છે કે ઠંડીમાં ડેન્ગ્યુના મચ્છર મરી જતા હોય છે. પરંતુ અતિશય ઠંડી છતાં જિલ્લામાં ડેન્ગ્યુના 9 કેસ નોંધાયાં છે. જેમાં વડનગરમાં સૌથી વધુ 5, મહેસાણા સિવિલમાં 3 અને વિસનગર જનરલ હોસ્પિટલમાં 1 કેસનો સમાવેશ થાય છે.

મહેસાણા સિવિલ અને જિલ્લાના સરકારી પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેકશનના 1508, તાવના 7485 અને ઝાડા-ઉલ્ટીના 571ના દર્દીઓએ સારવાર લીધી હતી. ટાઇફોઇડના 477 વ્યક્તિઓના સેમ્પલ લેવાતાં 21ને ટાઇફોઇડ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. તબીબોના મતે વાયરલની તબીબી સારવાર છતાં 3 દિવસ સુધી અસર રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો