તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેટેસ્ટ ટેકનોલોજીનો વિવેકપૂર્વક ઉપયોગ જરૂરી : ડો. જયનારાયણ વ્યાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં અાવેલ અેસ.કે.પટેલ કોલેજ અોફ એન્જિનિયરિંગના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા ઇમરજીંગ ટ્રેન્ડ ઇન સિવિલ એન્જિનિયરિંગ વિષય ઉપર બે દિવસીય સેમિનારનું અાયોજન કરાયું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તથા વક્તા તરીકે ડો.જયનારાયણ વ્યાસ દ્રારા પ્રવર્તમાન સંજોગોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો વિવેકપૂર્વક ઉપયોગ તથા આવનારા સમયમાં માણસના જીવનમાં થનાર ધરખમ ફેરફાર વિશે સચોટ માહિતી આપી હતી. સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. વી.કે.શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર કિશનકુમાર જૈની, પ્રિન્સિપાલ ડૉ. ડી. ડી. શુક્લ તથા અન્ય મહાનુભાવોએ પ્રવચન આપ્યું હતું. અન્ય વિષય નિષ્ણાત અમદાવાદ અેલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરીયા, અલ્ટ્રાટ્રેક સિમેન્ટના ટેક્નીકલ હેડ વિજયન પંડ્યા સહિતના દ્વારા માર્ગદર્શન અપાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...