તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોન આલ્કોહોલ પીણાંના ડિસ્ટ્રિબ્યુટર બનાવાના નામે વેપારી પાસેથી રૂ. એક કરોડ ખંખેરી લીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા શહેરના વેપારી સાથે નોન આલ્કોહોલ પીણાંના 9 જિલ્લામાં ડિસ્ટ્રિબ્યુટર નિમવાનો અધિકાર આપવાનું કહી રૂ.1 કરોડ લીધા બાદ આ જ કોન્ટ્રાકટ અન્યને ફાળવી છેતરપિંડી આચરનાર સુરતના વેપારી સામે મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સુરતના આ વેપારી પાસે પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહેસાણામાં ટીબી રોડ પર આવેલી આદીનાથ સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઇ હર્ષદભાઇ જોષી આઠ મહિના પૂર્વે સુરતમાં મેસર્સ મેગ્નમ એન્ટરપ્રાઇઝના નામે નોન આલ્કોહોલ પીણાંનો ધંધો કરતા કટારીયા દિનેશભાઇ ભુપતભાઇના સંપર્કમાં આવ્યા હતા. વાતચીત દરમિયાન દિનેશ કટારીયાએ નોન આલ્કોહોલ પીણાંની ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા, આણંદ સહિતના 9 જિલ્લામાં ડિસ્ટ્રિબ્યુટર નિમવાના અધિકાર આપવાની વાત કરી હતી અને તે પેટે રૂ.1 કરોડ આપવાનું નક્કી કરાયું હતું. ડિસ્ટ્રિબ્યુટરશીપ લેવા ઇચ્છતા ગૌરાંગભાઇએ અગાઉ થયેલી ચર્ચા મુજબ દિનેશ કટારીયાને રૂ.1 કરોડ ચૂકવી તે સંબંધે કોન્ટ્રાકટ કર્યો હતો. જોકે, આ અરસામાં દિનેશ કટારીયાએ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગૌરાંગભાઇની જાણ બહાર નોન આલ્કોહોલ પીણાંની બારોબાર નાણાં લઇ ડિસ્ટ્રિબ્યુટરશીપ આપી દીધાનું ખુલતાં તેઓ ચોંકી ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતાં તેમણે પૈસા પરત માંગતા આ શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આથી તેમણે મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં દિનેશ કટારીયા સામે રૂ.1 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાવતાં પીએસઆઇ આર.આર. પરમારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો