તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના નાડોલીયામાં અંગત અદાવતમાં પથ્થરમારો, ઘરમાં ઘૂસી તોડફોડ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકાના નાડોલીયા ગામે હુમલાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ભરવાડ કોમ બાબતે અપશબ્દો કેમ બોલો છો તેમ ઠપકો આપતાં 5 વ્યક્તિઓએ પથ્થરમારો કરી ઘરમાં તોડફોડ કર્યાની કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

નાડોલીયા ગામના બાબુભાઇ મોતીભાઇ પઠાણ સહિતના શખ્સોએ ધોકા સહિત હથિયારો સાથે સવાભાઇ ભુરાભાઇ ભરવાડને જાતિ વિષયક અપશબ્દો બોલતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં બાબુભાઇ પઠાણ સહિતે કહ્યું કે, અમારા કુટુંબી ભાઇઓને તમે માર માર્યો છે અાજે તો ભરવાડોને છોડવા નથી તેમ કહી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો અને એક ઘરમા ઘૂસી તોડફોડ કરી હતી. આ અંગે સવાભાઇ ભરવાડે બાવલુ પોલીસ મથકમાં બાબુ મોતીભાઇ પઠાણ, આમીન ભાઇખાનભાઇ પઠાણ, હબીબ રસુલભાઇ ખોખર, તોફીક મુમદભાઇ સિપાઇ અને અસલમ કાસમભાઇ સિપાઇ સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ જે.એસ. રબારીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો