તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં સોસાયટીઓના જાહેર રોડ પર લીકેજ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ, નઘરોળ પાલિકા ઊંઘે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પંચામૃત બંગ્લોઝ તેમજ રામોસણા રોડ રાધાસત્સંગ બ્યાસ આગળ જાહેર રોડ ઉપર ચાર દિવસથી ગટરના પાણી ભરાઇ રહેતા મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતીમાં રહિશો ચિંતિત બન્યા છે. છેલ્લા એક વર્ષથી અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા કાયમી હલ ન થતા રહિતો તોબા પોકારી ઉઠ્યા છે. પરંતુ પાલિકા તંત્ર બેફિકર હોય એમ મંથરગતિએ રહ્યુ છે.આ ઉપરાંત પકવાન હોટલથી નાગલપુર તરફ જતા રસ્તા સાઇડમાં પાણી લીકેજ જોવા મળ્યુ હતું.

શહેરમાં રામોસણા ચોકડી નજીક રાધા સ્વામી સત્સંગ બ્યાસ તરફ જતા વ્રજવાટિકા, વેલકમ એવન્યુ ફ્લેટ, પ્રતિજ્ઞા બંગ્લોઝ,રાધે કુટીર સત્સંગ બ્યાસ સુધીના રોડમાં પાંચેય કૂંડી ઉભરાઇને પાણી રસ્તામાં ફેલાય છે. ચોમાસાનો વરસાદ થયો હોય એવી હાલતમાં ચાર દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફેલાવાની ભિતી સેવાઇ રહી છે.વિસ્તારના રમશેભાઇ અને દશરથભાઇ પટેલે કહ્યુ કે, સવારે કૂંડીમાંથી ગંદા પાણીના ફૂવારા ઉડીને રસ્તામાં ફેલાય છે.પાલિકાવાળા આવી અઠવાડીયુ બરોબર કરી જાય પછી ફરી આ હાલત થઇ જાય છે. મોઢેરા રોડ વિશ્વકર્મા વાડી સામે પંચામૃત બંગ્લોઝ આગળ ગટરનું પાણી ઉભરાઇને ફેક્ટરીના ગેટ સુધી ફેલાતાં મચ્છરો થયા છે.

મોઢેરા રોડ વિશ્વકર્માધામની સામે પંચામૃત સોસા.આગળ કૂંડીનું ગંદુ પાણી

ડેરી પાસે લાઇન સેક્શન ખોટવાતાં બદલી કાયમી સમસ્યા હલ થશે : ડ્રેનેજ પાલિકા ઇજનેર
મહેસાણા નગરપાલિકાની ડ્રેનેજ શાખાના ઇન્ચાર્જ વિશાલ ઓઝાએ કહ્યુ કે, ડેરી પાસે જૂની લાઇનનું સેક્શન ખવાઇ જતા પાણી પમ્પીગમાં આગળ ન જતાં બેક મારી રહ્યુ છે. એટલે રાધા સત્સંગ બ્યાસ આગળ કૂંડીથી પાણી બહાર આવે છે.સેક્શન નવુ બનાવવા આપ્યુ છે. જે દસેક દિવસમાં નવુ સેક્શન નાંખી દેવાશે એટલે કાયમી સમસ્યા હલ થશે.આ પહેલા પમ્પીગથી બે મોટર ચાલતી ન હોઇ સમસ્યા હતી. જે બરોબર કરી દેવાયુ છે. મોઢેરા રોડ પર ગટર ઉભરાવાની હાલ ફરિયાદ નથી. સત્વરે તપાસ કરી નિરાકરણ લાવીશું.

રાધાસ્વામી સત્સંગ બ્યાસ તરફની સોસા.માં રસ્તામાં ગટરના ગંદા પાણી

અન્ય સમાચારો પણ છે...