Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડી જૈન કન્યા છાત્રાલયની વિદ્યાર્થિની ગુમ થતાં દોડધામ
કડીના ભવપુરા વિસ્તારમાં આવેલી જૈન કન્યા છાત્રાલયની છાત્રા છાત્રાલયમાંથી બહાર ડસ્ટબિનમાં કચરો નાખવા જવાનું કહી બહાર નીકળ્યા બાદ ગુમ થતાં દોડધામ મચી ગઇ હતી. જેની શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળી છેવટે સ્થાનિક પોલીસ મથકે જાણ કરાઇ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. બે યુવકો સામે શંકા બતાવાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભવપુરાની જૈન કન્યા છાત્રાલયનાં ગૃહમાતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુમ છાત્રા છાત્રાલયમાંથી બહાર કચરો નાંખવા જવાનું કહીને બહાર ગઇ હતી. પરત નહીં આવતાં શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં પરિવારને જાણ કરાઇ હતી. છાત્રાના વાલીઓએ છાત્રાને પ્રેમસંબંધ હોઇ ઉપાધ્યાય મધુરમ નરેશભાઇ (રહે. વીંછીયા, તા. રાજકોટ), બારીયા સોનુ જીગ્નેશભાઇ (રહે વડોદરા, 53 / રામદેવનગર સરકારી સ્કૂલની સામે) શકદાર તરીકે નામ આપતાં અપહરણનો ગુનો નોંધાયો છે.