મહેસાણાના ફતેપુરા પાટિયા પાસે 360 પેટી દારૂ સાથે 2ની ધરપકડ

Mehsana News - mehsana39s fatepura patiya arrested 2 with 360 cups of alcohol 065622

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
વિદેશીદારૂ ઘૂસાડવાના અવનવા અખતરા વચ્ચે સોમવારે સવારે દૂધના ટેન્કરમાં છુપાવેલો રૂ.15.31 લાખનો દારૂ મહેસાણા એલસીબીએ કબજે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પાલનપુરથી દૂધના ટેન્કરમાં વિદેશીદારૂ ભરીને મહેસાણા તરફ નીકળ્યાની મહેસાણા એલસીબી પીએસઆઇ આર.જી. ચૌધરીને બાતમી મળતાં તેઓ પીઆઇ એસ.એસ. નિનામા સહિત સોમવારે મહેસાણાના ફતેપુરા બાયપાસ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પાલનપુર તરફથી ટેન્કર (જીજે 12 એવાય 1576) આવતાં પોલીસે રોકી તપાસ કરતાં ચોંકી ગયા હતા. ટેન્કરમાં દૂધના બદલે વિદેશી દારૂની રૂ.15.31 લાખની 360 પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ, ટેન્કર, રોકડ રૂ. 2400 અને મોબાઇલ મળી કુલ રૂ. 30,44,100ના મુદ્દામાલ સાથે જાટ દેરાજરામ ધનારામ (રહે. પનોનીઘાટ, રાવલો કી ધાણી, જિ.બાડમેર) અને જાટ દેવારામ પદમારામ (રહે .જોગેશ્વર, તા.ગરલ, જિ.બાડમેર)ની ધરપકડ કરી હતી.

આ બંનેની પૂછપરછમાં તેમણે બાડમેરના રામસિંહ જાટે હરિયાણાથી દારૂ ભરીને ટેન્કર આપ્યું હોવાનું કબુલતાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

પોલીસે દૂધના ટેન્કરમાંથી વિદેશીદારૂની બોટલો ઝડપી હતી

X
Mehsana News - mehsana39s fatepura patiya arrested 2 with 360 cups of alcohol 065622

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી