Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા પાલિકાના પ્રમુખની 20મીએ ચૂંટણી, 8 મહિના વહીવટ કરવા મળશે
મહેસાણા પાલિકાના પ્રમુખપદેથી ઘનશ્યામ સોલંકીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હટાવાયા બાદ 20મીએ ચૂંટણી યોજાશે. પ્રમુખની બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે અને ચૂંટણીનો એજન્ડા તમામ સભ્યોને શુક્રવારે રવાના કરી દેવાયો હતો. કોંગ્રેસના બંને જૂથો તેમજ વિપક્ષ ભાજપ તેમના જૂથમાંથી પ્રમુખ બનાવવા સોગઠા ગોઠવી રહ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી યોજવા અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી વિમલ પટેલની નિમણૂંક કરાઇ છે. 20 માર્ચ સવારે 11 વાગ્યે પાલિકા સભાખંડમાં પ્રમુખની ચૂંટણી યોજાશે. ઘનશ્યામ સોલંકીએ અવિશ્વાસમાં બહુમત મામલે હાઇકોર્ટમાં કરેલ કેસની વધુ સુનાવણી સોમવારે યોજાનાર છે.
અનુસુચિત જાતિમાંથી છ કોર્પોરેટરો છે
કોગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ મંજુલાબેન ચૌહાણ, હિરેન મકવાણા, શારદાબેન પરમાર, ગાયત્રીબેન ચાવડા અને ભાજપમાંથી ચૂંટાયેલા બે નવિનકુમાર પરમાર અને કોકીલાબેન ચાવડા પ્રમુખની રેસમાં છે.
11-12 અને 20 ના સમીકરણોમાં દાવપેચ
કોગ્રેસમાંથી ચૂંટાયેલા 29 પૈકી એકનું અવસાન થતાં હાલ 28 સભ્યો છે. તેમનાથી 5 ભાજપમાં ભળી જતાં ભાજપ પાસે 20 સંખ્યા છે. પ્રમુખ બહુમત માટે બે સભ્યની તૂટ પડે તે અંકે કરવા કવાયત ચાલે છે. તો કોંગ્રેસમાં 11 અને 12 સભ્યોના બે જુથ મળી જાય તો કુલ 23 સભ્યોથી પ્રમુખપદનું શાસન બાકી ટર્મમાં જળવાઇ શકે,હવે 23માંથી બે ગયા તો ભાજપરાજ આવશે.
કોંગ્રેસના બંને જૂથ અને ભાજપ પણ તેમના જૂથના પ્રમુખ બનાવવા મેદાનમાં
કોંગ્રેસ શાસિત પાલિકામાં પાંચ વર્ષમાં બે ઇન્ચાર્જ સહિત છઠ્ઠા પ્રમુખ આવશે
કોંગ્રેસ અને ભાજપનો પ્રમુખનો દાવો
પાલિકામાં શાસકપક્ષના નેતા જયદિપસિહ ડાભીએ કહ્યંુ કે,કોંગ્રેસના પ્રમુખ બનશે, પાર્ટી મેન્ડેડ આપશે તેને બધા સ્વિકારી લેશે. 23 સભ્યો બીલકુલ અકબંધ રહેશે અને ભાજપની મહત્વકાંક્ષા ખટ્ટા અંગૂર જેવી થશે. જ્યારે પાલિકામાં વિપક્ષ ભાજપના નેતા કિર્તીભાઇ પટેલે કહ્યુ કે, ભાજપ પાર્ટી પ્રમુખપદ માટે જેને મેન્ડેડ આપે તેને પ્રમુખ બનાવાના અમે પ્રયત્ન કરીશું.પાલિકામાં પ્રમુખ બનાવા 22 સભ્યોનું સંખ્યાબળ જોઇએ.