તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેથી ભાગેલી બે બહેનો મહેસાણા નવા રેલવે સ્ટેશનથી મળી આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણાના નવા રેલવે સ્ટેશન પરથી મોડીરાત્રે મળી આવેલી બે બહેનોએ માતા,પિતા મૃત્યુ પામ્યાનુ કહી રેલવે પોલીસને રીતસર ફેરવી હતી.જોકે, પોલીસના કાઉન્સલિંગને અંતે માતા અન્ય સાથે ભાગી ગયા બાદ પિતા બન્ને બહેનોને મારમારતા હોવાના કારણે ઘર છોડીને ભાગી ગયાની કબુલાત કરી હતી.જ્યારે બીજીબાજુ અમદાવાદના મેમદપુર પોલીસ સ્ટેશનમાં બાળકીઓ ગૂમ થવા સંબંધે જાણવા જોગ નોંધ થઈ હોઇ તેના પિતા ગુરૂવારે રાત્રે પુત્રીઓનો કબ્જો લેવા જઇ પહોંચતા વાતાવરણ ગમગીન બન્યુ હતુ.

રેલવે સ્ટેશનના નવિન બિલ્ડિંગમા એએસઆઇ વીણાબેન રાત્રી ફરજ પર હતા ત્યારે ખૂણામાં એકલી સુઇ રહેલી 6 અને 9 વર્ષની બે બાળકીઓને જોતા જ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બન્નેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.બન્ને સગી બહેનો હોવાનુ કહેનારી સગીરાઓએ માતા,પિતા મૃત્યુ પામ્યાની પ્રાથમિક વિગત બાદ તેમને ચાઇલ્ડ લાઇન સેન્ટરના મહેન્દ્ર વી સાધુ મારફતે પુન: પુછપરછ કરી હતી.જેમાં બન્નેએ પપ્પાના મૃત્યુ બાદ માતા સારી રીતે રાખતી ન હોઇ ઘરેથી ભાગ્યાનુ કહેતા પોલીસે તપાસ કરાવી હતી.જેમાં બન્ને બાળકીઓ મૂળ યુપીની અને બારેજડીમાં ઇટવાડામાં અગાઉ કામ કરતી હોવાનુ અને મેમદપુર પોલીસ સ્ટેશનમાં તેઓ ગૂમ થયાની જાણવા જોગ નોંધાયાનુ તેમજ તેની માતા ન હોઇ પિતા સાથે રહેતી હોવાની વિગતો ખુલી હતી.

રેલવે પોલીસે મેમદપુર પોલીસને બન્ને કિશોરીઓ મળ્યાની જાણ કરતા તે પુત્રીઓનો કબ્જો મેળવવા મહેસાણા જવા રવાના થયા હતા જ્યારે બીજીબાજુ બન્ને બાળકીઓની તબિયત લથડતા મહેસાણા સિવિલમાં લઇ જવાઇ ત્યારે 6 વર્ષની બાળકીને નિમોનીયાની અસર હોવાનુ પ્રકાશમાં
આવ્યુ હતુ.

ગુમ કિશોરીઓ સંબંધે મેમદપુર પોલીસમાં જાણવા જોગ નોંધાઇ હતી

માતા અન્ય સાથે ભાગી ગઈ હોઈ પિતા મારતાં હોઈ ઘરેથી ભાગી હોવાનું પોલીસને જણાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો