તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા | બીજ મસાલા સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃર્ષિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બીજ મસાલા સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃર્ષિ યુનિ.જગુદણ અને સોપારી-મસાલા વિકાસ નિર્દેશાલય કાલીકટ કેરાલાના સંયુકત ઉપક્રમે 5 મી જાન્યુઆરીએ બીજ મસાલા પાકોનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને મૂલ્યવર્ધન વિષય પર પાક પરિસંવાદ યોજાયો હતો. જેમાં બીજ મસાલા ઉગાડતા બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી 900 પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.સંશોધન નિયામક ડો.એ.એમ.પટેલે અધ્યક્ષીય ઉદબોધનમાં ખેડૂતોને નવીન કૃષિ તજજ્ઞતા અપનાવવા અંગે ખેડૂતોને સમજ આપી હતી. આ પરિસંવાદમાં વિ.શિ.નિયામક ડો.એ.કે.ઠક્કર, ડો.એમ.આર.પ્રજાપતિ કુલસચિવ, જિલ્લા ખેતેવાડી અધિકારી ડો.વી.કે.ભટ્ટ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતુ.પરિસંવાદ ના વિષય અનુરૂપ ડો.એ.યુ.અમીન,ડો.ડી.બી.પ્રજાપતિ,એન.આર.પટેલ,એસ.એમ.પટેલ, ડો.એ.એમ.પટેલે ખેડૂતોને ખેતીલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...